મિત્રો, આજકાલ દરેક વ્યક્તિને જીવનમાં ખૂબ પૈસા કમાઈને અમીર બનવું છે અને પોતાના જીવન લક્ષ્યો ને પૂર્ણ કરવા છે. તેમછતાં તમારી આસપાસ કેટલાં એવા લોકો છે કે જે ખરેખર અમીર બન્યાં હોય? ખૂબ જ ઓછા લોકો હશે, બરાબર ને? આવું કેમ?મને અને તમને નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે, પૈસા કમાવવા ખૂબ જ અઘરાં છે, સારી રીતે ભણી ગણી ને નોકરી મેળવી લ્યો એટલે કમાતા થઈ જાઓ, પૈસાના કાંઈ ઝાડ નથી ઉગતા, કમાવા જાઓ તો ખબર પડે, વગેરે વગેરે..... બસ આજ કારણથી આપણે અમીર નથી બની શકતા. અમીર બનવા માટે પૈસાથી પણ વધારે જરૂરી બાબત છે પૈસા વિશેની સમજણ. પૈસા કેવી રીતે કામ કરે છે, પૈસાને કેવી રીતે વાપરવા જોઈએ અને કેવી રીતે પૈસાની મદદથી પૈસા કમાવા, વગેરે સવાલોની સમજણ હશે તો ચોક્કસપણે અમીર બનવા માટે કંઈક કરી શકશો. જે વ્યક્તિને ચેસની રમત વિશે કંઈ ખબર જ નથી તે ચેસ કેવી રીતે રમી શકે. અમીર બનવાની બાબતમાં પણ કંઈક આવું જ છે.આ બુકને વાંચીને તમે પણ પોતાના ગોલ માટે પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતાં શીખી જશો. ભવિષ્યમાં આવનારી જરૂરિયાતો જેવી કે, ઘર ખરીદવું, બાળકોનો ઉચ્ચ અભ્યાસ, બાળકોનાં લગ્ન, રિટાયરમેન્ટ વગેરે માટે અત્યારથી જ પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. ઇન્વેસ્ટમેન્ટ જેટલું વહેલું શરૂ કરો તેટલો વધુ ફાયદો થશે.તમે આ બુકને ખરીદવામાં ખર્ચ કરેલ એક-એક રૂપિયાની સામે અનેકગણું કમાઈ શકો એવી કામની જાણકારી મળશે. આ જાણકારી બીજે ક્યાંય આટલી સરળ ભાષામાં નહીં મળે અને તે પણ ગુજરાતી ભાષામાં તો નહીં જ મળે.